GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સાતમા ભારત કૌશલ્ય અહેવાલ (7th India Skills Report) 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ અહેવાલ અનુસાર 2019 માં 86.21% વિદ્યાર્થીઓ રોજગાર માટે યોગ્ય અથવા નોકરી લેવા માટે તૈયાર છે. ii. ભારત કૌશલ્ય અહેવાલ (India Skills Report) એ UNDP, AICTE અને AIU ના સહયોગથી Wheelbox (Global Talent-Assessment Company), PeopleStrong અને CII ની સંયુક્ત પહેલ છે. iii. રોજગારની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ટોચના ક્રમના રાજ્ય તરીકે આવ્યું છે. iv. મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને કેરળ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવેલા છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે. ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે. iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.