GPSC PI Prelim Exam Paper 03 January 2021
પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ?
i. લિચ્છવિ
ii. વાકાટક
iii. નાગ
iv. કદંબ

ફક્ત i,ii અને iii
ફક્ત i અને iii
i.ii.iii અને iv
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કેન્દ્રીય વહીવટી તપાસ પંચ (Central Administrative Tribunal) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠો છે.
2. CAT નું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે.
3. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સંસદના સચિવાલયના કર્મચારીઓ આ અધિકાર ક્ષેત્ર હેઠળ સમાવેશ થાય છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સત્તાધિકારી પસંદગી સમિતિની ભલામણોના આધારે CATના સભ્યો નક્કી કરવામાં આવે છે.

માત્ર 1,2 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 2 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
જો ધોરણ 10માં વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય તો, ધોરણ 8 ની છોકરીઓ અને ધોરણ 6 ની છોકરીઓની સંખ્યાના તફાવત કરતા, ધોરણ 10 ના છોકરાઓ અને ધોરણ 9 ના છોકરાઓની સંખ્યાનો તફાવત કેટલો ઓછો છે ?

25
40
આપેલ પૈકી એક પણ નહીં
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ટોર્ઝન હોર્સ - એક નુકસાનકર્તા પ્રોગ્રામ છે જે દેખાવમાં ઉપયોગી લાગતા ડાટા અથવા પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે.
એડવેર - એ સ્પાઈવેરનો એવો પ્રકાર છે જેમાં યૂઝર દ્વારા કરવામાં આવતા કી-સ્ટ્રોકની નોંધ રાખે છે
ફિશિંગ - એક સાયબર ક્રાઇમ છે, જેમાં ઈ-મેલથી યુઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઇ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો રોટા વાયરસ માટે સાચું / સાચાં છે ?
i. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે.
ii. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે.
iii. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે.

ફક્ત ii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP