Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, iv અને v
ii, iii અને iv
i, ii, iv અને v
i, iii, iv અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે.
આપેલ તમામ
આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે.
આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો.

કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ
HSN/SAC કોડ સમિતિ
ભારતની GST કાઉન્સિલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

ઓડીટરની જવાબદારી
મેનેજમેન્ટની જવાબદારી
અભિપ્રાય
અભિપ્રાય અનુભાગ માટેનો આધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) સંબંધિત નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એ વિશ્વ બેંક જૂથના 'સોફ્ટ લોન વિન્ડો’ તરીકે ઓળખાય છે.
II. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન ગરીબ દેશોને વ્યાજ મુક્ત લોન આપીને ગરીબી ઘટાડવામાં મદદ કરે છે.
III. આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન એવા દેશોને અનુદાન પૂરું પાડે છે કે જે ગંભીર દેવાની સમસ્યાચી પીડાય છે
નીચે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પની પસંદગી કરો.

ફક્ત વિધાન (III) સાચું છે.
વિધાન (I) ખોટું છે અને વિધાન (II) અને (III) સાચા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
આપેલા બધા વિધાનો સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP