GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મુન્તરા (Muntra) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સૌ પ્રથમ માનવરહિત ટેંક છે.
2. આ મોડેલ ત્રણ પ્રકારના નમૂના ધરાવે છે - દેખરેખ નિયંત્રણ (Surveillance), સુરંગ શોધ (Mine detection) અને જાસૂસી પૂર્વેક્ષણ (Reconnaissance)
3. આ ટેન્ક DRDO દ્વારા તેની પૂના સ્થિત ફેક્ટરીમાં વિકસાવવામાં આવી છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
‘કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.
આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં ___ પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણની પદ્ધતિમાં ભારે ઉદ્યોગોને ઓછું મહત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્વ આપવાનો બદલાવ શરૂ થયો.

છઠ્ઠી
સાતમી
આઠમી
ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે.
ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહનો પરિભ્રમણ સમય 24 કલાકનો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4
માત્ર 1 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP