નીચેના પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
II. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના 'પ્રખ્યાત યુદ્ધ'નો ઉલ્લેખ કરે છે.
III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. , નાણાં (Money) વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે.
2. તમામ નાણાં (Money) વિધેયકો વિત્તીય (Finance) વિધેયકો છે પરંતુ માત્ર કેટલાક વિત્તીય (Finance) વિધેયકો નાણાં (Money) વિધેયકો છે.
3. અનુચ્છેદ 117 હેઠળ વિત્તીય (Finance) વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરીથી માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ?
I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગિતીનું આયોજન
II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં.
III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં.
II. તંજાવુર એકવિધ 'વિમાન' અને 'રથ' સ્થાપત્ય માટે વિખ્યાત છે.
III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.
II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે.
III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?