GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોની ચૂંટણી માટે એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા મતદાન વડે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
1. રાષ્ટ્રપતિ
2. ઉપરાષ્ટ્રપતિ
3. રાજ્યસભા
4. વિધાન પરિષદ
5. રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી

માત્ર 1, 2, 3 અને 5
1, 2, 3, 4 અને5
માત્ર 1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નાગરિકો માટેના રાષ્ટ્રીય નોંધપત્રક (National Register for Citizens) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં નથી ?

NRC એ નાગરિકોનું રાષ્ટ્રીય નોંધપત્રક અધિનિયમ, 1971 દ્વારા નિયંત્રિત થાય છે.
NRCનું મૂળ આસામ રાજ્ય વિદ્યાર્થી સંઘ અને ભારત સરકાર વચ્ચે 1985માં થયેલ આસામ સંમતિમાં છે.
રાષ્ટ્રીય નાગરીક નોંધપત્રક આસામના તમામ કાયદાકીય નાગરિકોની સૂચી છે.
NRC માર્ચ 1971 સુધીમાં જેમના નામ કોઈપણ મતદાર યાદીમાં છે તેવી વ્યક્તિઓ અને તેમના વંશજોનો સમાવેશ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

સજામાં ઘટાડો (Remission) - કોઈ વિશિષ્ટ કારણોસર સજામાં ઘટાડો.
સજા પરિવર્તન (Commute) - શિક્ષામાં ઘટાડો.
સજા માફી (Pardon) - માત્ર માફી જ સજાનો સંપૂર્ણપણે અંત લાવી શકે છે.
ફાંસી મોકૂફી (Reprieve) - દેહાંત દંડની સજામાં કામચલાઉ મોકૂફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ___ સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા (ઓડિટ) કરે છે.

કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ
માલિકીનું ઓડિટ (Proprietary audit)
આપેલ પૈકી કોઈ નહીં
ભંડોળની જોગવાઈઓનું ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP