કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ‘દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે' પરના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. તે આઠ લેન વાળો એક્સપ્રેસ વે છે. જેને ટ્રાફિક દબાણના આધારે 12 લેન એક્સપ્રેસ વે સુધી લંબાવી શકાય છે. 2. તે હરિયાણાના સોહાનાથી શરૂ થઈને મુંબઈ નજીક મીરા ભાયંદર આસપાસ સમાપ્ત થશે. 3. આ એક્સપ્રેસ વે વન્યજીવોની અવરજવર માટે પ્રાણી ઓવરપાસ પણ ધરાવે છે. 4. આ એક્સપ્રેસ વે માં બે આઈકોનિક આઠ-લેન ટનલનો પણ સમાવેશ થશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. 2. આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2022 સુધીમાં 1000 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે. 3. આ યોજના અંતર્ગત દેશ કે વિદેશમાં વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.