GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અર્ધન્યાયિક સંસ્થાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. અર્ધન્યાયિક સંસ્થાઓ ન્યાયાલય જેવી જ સત્તાઓ અને કાર્યવાહીઓ ભોગવે છે. 2. સામાન્ય રીતે ટ્રીબ્યુનલો આવી વિશેષતાઓ ધરાવે છે. 3. કેન્દ્રીય માહિતી આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે. 4. તેમની સત્તાઓ ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્રો પૂરતી સીમીત હોય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે. 2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે. 3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી. 2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે. 3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.