GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે. 1. ભાવ સ્તરમાં વધારો 2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ 3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ 4. કરવેરાની આવકમાં ઘટાડો
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતીય ખાઘ સંરક્ષા અને માનક પ્રાધિકરણે (The Fool Safety and Standards Authority of India) ખાઘ ઉત્પાદનોમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટી એસીડ (TFA) ની પરવાનગીપાત્ર માત્રા ___ સુધી નિયંત્રિત કરી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
S-400 મિસાઈલ સીસ્ટમ કે જે ભારત રશિયા પાસેથી ખરીદવાનું છે તે બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. ભારતે કુલ 5 S-400 મિસાઈલ સીસ્ટમ ખરીદવાના કરાર ઉપર સહી કરી છે. II. આ S-400 મિસાઈલ સીસ્ટમ એ જમીન ઉપરથી હવા મિસાઈલ પરિવારની S-300 મિસાઈલની સુધારેલી આવૃત્તિ (Upgraded version) છે. III. મિસાઈલ સીસ્ટમની રવાનગી (delivery) 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના નવા કાર્યક્રમ “1000 ખેડૂત ઉત્પાદક સંગઠનોનું ગઠન અને પ્રોત્સાહન” (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ યોજના 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરશે. II. આ યોજના નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરશે. III. આ યોજના 2020 સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે. IV. ખેડૂત ઉત્પાદક સંગઠનનો ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે.