GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા.
1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ.
2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો.
3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ.
4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 4
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?
પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે.

વરસાદની રાહ જોવી જોઇએ
લોકોનું સ્થળાંતર કરવું જોઇએ
તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ
અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. ભારતનું બંધારણ એક નાગરિકત્વ આપે છે.
2. કલમ (Article) 11માં નાગરિકત્વને લગતી તમામ બાબતોમાં કાયદા ઘડવાની સત્તા સંસદને આપેલ છે.
3. ભારતનું નાગરીકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલયએ નોડલ સત્તાધિકાર છે.
4. નાગરીકત્વએ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીયોટ (Siyot) ગુફાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. સીયોટ ગુફાઓનો કાટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઉલ્લેખ થાય છે.
2. આ ગુફાઓ એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી ખડક કાપવાળી (Rock cut) પાંચ ગુફાઓ છે.
3. મુખ્ય ગુફા પૂર્વાભિમુખ ગર્ભગૃહ પરસાળ (ambulatory) તથા અંતરાલ ખંડો (space divisions) ધરાવે છે જે પ્રથમ કે બીજી સદીના શૈવ મંદિરનું સૂચન કરે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સમગ્ર ભારતમાં ___ દરમ્યાન “પોષણ પખવાડા’’ ની ઉજવણી કરી.

1 થી 15 માર્ચ, 2021
16 થી 31 માર્ચ, 2021
15 થી 30 એપ્રિલ, 2021
1 થી 15 એપ્રિલ, 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP