GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અંત્યોદય અન્ન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ કાર્યક્રમ વર્ષ 2000 માં શરૂ કરવામાં આવ્યો હતો.
2. આ યોજનાનો માપદંડ પ્રત્યેક મહિને કુટુંબ દીઠ 35 kg નો હતો.
3. આ યોજનાના લાભાર્થીઓમાં જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામીણ કારીગરો / હસ્તકલાકારો આવરી લેવાયાં છે.
4. આ યોજના હેઠળ તમામ આદિમજાતિ આદિવાસી પરિવારોને પણ આવરી લેવાયાં છે.

માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 3
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર મહામારીના કારણે એશિયામાં ખાઘ અસુરક્ષા (food insecurity) નો સામનો કરી રહેલાં લોકોની સંખ્યા બમણી થઈને ___ મિલિયન થવા જઈ રહી છે.

225
265
305
325

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં સરોવરો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ક્ષેત્રફળના સંદર્ભમાં ‘સરદાર સરોવર’ ભારતમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું સરોવર છે.
2. ભારતમાં વુલર સરોવર તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે.
3. હમીરસર તળાવ ગુજરાતમાં કુદરતી સરોવરો પૈકીનું એક છે.
4. કેરળનું વેમ્બન્ડુ (Vembanad) સરોવર ભારતમાં સૌથી ઊંચુ સરોવર છે.

1, 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 3 અને 4
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃમિ ચેપો (Worm infections) બાબતે જાગૃતિ ઊભી કરવા માટે ભારતભરમાં મનાવાતા દ્વિવાર્ષિક પ્રસંગ છે.
II. તે ‘સોઈલ ટ્રાન્સમીટેડ હેલમીન્થસ્' તરીકે પણ ઓળખાય છે.
III. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સારવાર માટે એલ્બેન્ડાઝોલ ટેબ્લેટના ઉપયોગને માન્ય કર્યો છે.

ફક્ત I અને III
ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ભારતના ___ રાજ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સ સ્થિત ઈલેક્ટ્રીક કારના નિર્માતા ટેસ્લા ઈન્કે સંપૂર્ણ માલિકીની પેટા કંપની દાખલ કરી.

કેરળ
આપેલ પૈકી કોઈ નહીં
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંદાબાર અને નિકોબાર ટાપુઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે.
2. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં જ્વાળામુખી આવેલું છે.
3. ભારતમાં આ એક જ એવું સ્થળ છે કે જ્યાં પરવાળા (Coral) તળીયાં મળે છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP