GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે. 2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે. 3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પાક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. બાજરીના પાક માટે 30-50 સેમી વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે. 2. કપાસના પાક માટે 50-75 સેમી વરસાદ તથા 21-30° C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે. 3. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે. II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે. III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
એજન્ડા 21 વિશે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. એજન્ડા 21 સંયુક્ત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ સંબંધિત એક્શન પ્લાન છે. 2. આ એજન્ડા 21 એ રિયો ડી જાનેરો સંયુક્ત રાષ્ટ્રોની પર્યાવરણ અને વિકાસ પરિષદમાંથી ઉદ્ભવ્યો છે. 3. અહીં સંખ્યા 21 એ આ પરિષદમાં ભાગ લીધેલા દેશોની સંખ્યાના સંદર્ભમાં છે.