GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પ્રથમ પેઢીના રીએક્ટર U-238 નો ઉપયોગ કરે છે અને આડપેદાશ તરીકે પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે. 2. બીજી પેઢીના રીએક્ટર પ્રથમ પેઢીના રીએક્ટર દ્વારા ઉત્પન્ન કરવાના આવેલા પ્લુટોનિયમનો યુરેનિયમ સાથે બળતણ તરીકે ઉપયોગ કરે છે. 3. બીજી પેઢીના રીએક્ટર કુલન્ટ (coolant) તરીકે ભારે પાણીનો (heavy water) ઉપયોગ કરે છે. 4. બીજી પેઢીના રીએક્ટર થોરિયમનું U-233 માં રૂપાંતર કરે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરી એ સૌથી લાંબી નદી છે. 2. કૃષ્ણા નદી શિવસમુદ્રમ્ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે. ૩. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા જળધોધ એક મનોહર દશ્ય પ્રસ્તુત કરે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પશ્ચિમિયા પવનો ભાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે બંને ગોળાર્ધમાં 35° થી 65° અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે. 2. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપ-ધ્રુવીય લઘુદાબ પટ તરફ વાય છે. 3. તે પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ. 2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે. 3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.