સમય અને કામ (Time and Work)
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ?
A 20 દિવસમાં પુરું કામ કરે છે. જો તે 10 દિવસ કામ કરે તો તેણે અડધુ કામ કર્યું હશે. તો બાકીનું અડધું કામ B કરશે.
B પુરું કામ 10 દિવસમાં કરી શકે તો બાકીનું અડધું કામ = 10/2 = 5 દિવસમાં કરે.
કુલ દિવસ = 10 + 5 = 15
સમય અને કામ (Time and Work)
૨મેશ એક કામ 40 દિવસમાં પૂરુ કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ ક૨વામાં મહેશને ___ દિવસ લાગે.
સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work)
3000 શો પીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને સુલેખાને 150 દિવસ લાગે, તો બંનેનો સંયુક્ત કામનો દર ___ શો પીસ/દિવસ થાય.