GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ક્ષારીય ભૂમિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે. 2. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેહ(reh), ઉસર (usar), અને કલાર (kallar) જેવા વિવિધ નામોથી ઓળખાય છે. 3. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ ધરાવે છે. 4. ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉદ્ભવે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઉધારેલ (charged) ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી, સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે. 2. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ. 3. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થાં તથા તેમના કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચા ઉધારેલ ચાર્જ(charged) ખર્ચ હેઠળ આવે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના બંધારણમાં સત્તાની વહેંચણી બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. હાલમાં સંઘ યાદીમાં 99 વિષયો છે, જે પ્રારંભમાં 96 વિષયો હતા. 2. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે, જે પ્રારંભમાં 65 વિષયો હતા. 3. હાલમાં સંયુક્ત યાદીમાં 52 વિષયો છે, જે પ્રારંભમાં 47 વિષયો હતા.