GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ?

રાણક દેવી
હર્ષદમાતા
બહુસ્મરણા દેવી
વિંધ્યવાસિની દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ?

35%
15%
5%
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો ?

અનુચ્છેદ 15(2) અને 16(2)
અનુચ્છેદ 15(6) અને 16(6)
અનુચ્છેદ 15(4) અને 16(4)
અનુચ્છેદ 15(1) અને 16(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે.
તેમના વિધાનો આ મુજબ છે :
J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે.
K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે.
L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી.
પેટી 1 માં ___ છે.

પીળો દડો
લીલો દડો
લાલ દડો
નક્કી કરી શકાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ?
I. બ્રાહ્મી લિપિની શરૂઆત
II. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ
III. અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ

ફક્ત III
ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

પ્રથમ વહીવટી સુધારણા આયોગ દ્વારા અનુચ્છેદ 356, 357 અને 365 સંપૂર્ણ રીતે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
સરકારીયા આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ.
સરકારીયા આયેગે ભલામણ કરી હતી કે રાજ્યોને અવશેષ સત્તાઓ ફાળવવામાં આવે.
રાજમન્નાર સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર સંરક્ષણ, વિદેશ બાબતો, સંદેશાવ્યવહાર અને ચલણ (Currency) પૂરતું મર્યાદિત હોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP