GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં વન વિશે નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ઉષ્ણ કટિબંધીય અતિ પાનખર વન 2. મેનગ્રુવ વન 3. ઉષ્ણ કટિબંધીય ઉત્તરીય કાંટાળા વન 4. ઉષ્ણ કટિબંધીય સૂકા પાનખર વન યાદી-II a. વાર્ષિક 1200 મી.મી. થી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રોમાં થાય છે. b. રાજ્યના 15 જિલ્લાઓમાં વિસ્તરેલા છે. c. 600 મી.મી. થી ઓછા વરસાદ ધરાવતા ક્ષેત્રમાં થાય છે. d. ભરૂચ, વડોદરા અને પંચમહાલમાં જોવા મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘‘ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું. II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે. III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે. IV. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.