સમય અને કામ (Time and Work)
'અ' એક કામ 16 દિવસમાં, 'બ' એ જ કામ 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. 'અ’, ‘બ’ અને ‘ક’ મળીને આ કામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો આ કામ ‘ક’ એકલો કેટલા દિવસમાં કરી શકશે ?
A નું 1 દિવસનું કામ = 1/16
B નું 1 દિવસનું કામ = 1/12
ધારો કે C ને X દિવસ લાગતા હોય તો તેનું 1 દિવસનું કામ =1/X બધાનું ભેગા મળી 1 દિવસનું કામ = 1/4
1/16 + 1/12 + 1/X = 1/4
1/X = 1/4 - 1/16 - 1/12
1/X = 12-3-4 / 48
1/X = 5/48
X = 48/5 = 9(3/5) દિવસ
સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work)
A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પુરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પુરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ?
20 અને 30 નો લ.સા.અ. 60 થાય તેથી કુલ કામ 60 લીધું. A નું એક દિવસનું કામ = 60/20 =3
B નું એક દિવસનું કામ = 60/30 = 2
B નું 20 દિવસનું કામ = 20 x 2 = 40
બંને એ સાથે મળીને કરેલું કામ = કુલ કામ – Bનું 20 દિવસનું કામ = 60-40 = 20
બંને એ સાથે મળીને કરેલ કામના દિવસો = 20/3+2 = 4 દિવસ
સમય અને કામ (Time and Work)
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ?
A 20 દિવસમાં પુરું કામ કરે છે. જો તે 10 દિવસ કામ કરે તો તેણે અડધુ કામ કર્યું હશે. તો બાકીનું અડધું કામ B કરશે.
B પુરું કામ 10 દિવસમાં કરી શકે તો બાકીનું અડધું કામ = 10/2 = 5 દિવસમાં કરે.
કુલ દિવસ = 10 + 5 = 15
સમય અને કામ (Time and Work)
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસાં ખોદે છે. તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?
એક ખાડો ખોદવા લાગતો સમય = 24/5
પાંચ ખાડા ખોદતા લાગતો સમય = 24/5 × 5 = 24 દિવસ
સમય અને કામ (Time and Work)
6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 600 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ?