ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉમરનું પ્રમાણ 2 : 3 : 5 છે, સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ?
પુત્રોની ઉંમરનો ગુણોત્તર 2 : 3 : 5 છે. આથી તેમની ઉંમર અનુક્રમે 2x, 3x અને 5x હશે.
સૌથી મોટો પુત્ર = 5x = 30
x = 30/5 = 6
પિતાની ઉંમર = 2x + 3x + 5x = 10x = 10 × 6 = 60 વર્ષ
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનો સ૨વાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.
X નો 0.4 = Y નો 0.06
X × 4/10 = Y × 6/100
X/Y = (6×10)/(4×100)
X/Y = 3/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 5 : 1 ના પ્રમાણમાં છે. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરતાં દૂધ અને પાણીનું પ્રમાણ 5 : 2 થાય છે તો તે મિશ્રણમાં દૂધ કેટલું હશે ?
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂપિયા 450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછા હોત, તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળ્યા હોત. કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ?