GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સૂર્યાઘાત (insolation) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આશરે 40% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે.
2. જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં વધુ પ્રમાણમાં સૂર્યાઘાત મળે છે.
3. સવારે અને સાંજે બપોરની સરખામણીમાં ઓછો સૂર્યાઘાત મળે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. મૂળ ધાતુઓને કૃત્રિમ પરમાણુ કિરણોત્સર્ગ દ્વારા સોનામાં ફેરવી શકાય છે.
2. લેસર હિરામાં પણ કાણાં પાડી શકે છે.
3. કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ વધે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.
2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.
3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેને ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે.
2. બ્લોકચેન ટેકનોલોજીને સમજવા માટે ગુગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે.
3. આ ટેકનોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સનું બનેલું હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે.
4. 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેકનોલોજીમાં પાયાનું તત્ત્વ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મહીલા અને બાળવિકાસ મંત્રાલયે તેના તમામ મુખ્ય કાર્યક્રમો ત્રણ છત્રો હેઠળ વર્ગીકૃત કર્યા છે.
2. છત્ર કાર્યક્રમો, મિશન પોષણ 20, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે‌.
3. આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે.
4. બેટી બચાવો અને બેટી પઢાવો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP