GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ? (I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં. (II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે. (II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે. (III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે. (IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો. (I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં (II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે. (III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે. (IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ. નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીના આર્ટિકલ્સ દ્વારા અધિકાર હોય તો જ, કંપની શૅરહોલ્ડરના શૅર જપ્ત કરી શકે છે જ્યારે – (I) શૅરહોલ્ડરે હપ્તાના નાણાં ભર્યા ન હોય. (II) નિર્ધારીત કરેલ દિવસે, શૅરહોલ્ડરે કોઇપણ હપ્તો ભરેલ ન હોય અને શૅરહોલ્ડરને ધ્યાન પર લાવવામાં આવ્યા પછી પણ ભરેલ ન હોય.