GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વી-2 (Prithvi-2) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. ભારતે સ્વદેશી રીતે વિકસાવેલ પરમાણુ સક્ષમ પૃથ્વી- 2 જમીનથી જમીન મિસાઈલનું સફળ રાત્રિ અજમાયશ (ટ્રાયલ) કર્યું છે. ii. મિસાઈલ 850 કિમીની પ્રહાર પહોંચમર્યાદા સાથે 1500-2000 કિલોગ્રામ હથિયાર વહનની ક્ષમતા ધરાવે છે. iii. મિસાઈલ પ્રવાહી પ્રોપલ્શન (liquid propulsion) ટ્વી્ન એન્જીન (twin engine) દ્વારા સંચાલિત છે. તે આધુનિક અંતર્ગત માર્ગદર્શક પ્રણાલીનો (advanced inertial guidance system) ઉપયોગ કરે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ? i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો ii. માથાદીઠ આવકમાં વધારો iii. વસ્તીમાં વધારો
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર અને પોર્ટુગલે પ્રાચીન ભારતીય સ્થળ ___ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલય (Maritime Heritage Museum) સ્થાપવામાં સહકારનો નિર્ણય કર્યો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય. iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે. ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે. iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે. iv. GST એ પ્રત્યક્ષ કર છે.