GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં મૂડીમાળખાના પ્રણાલિકાગત અભિગમના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) દેવાની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત હોય છે, પરંતુ ત્યારબાદ વધતા દરે વધે છે. (II) ઈક્વિટી મૂડીની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત અથવા ધીમે ધીમે વધે છે, પરંતુ ત્યારબાદ તીવ્ર દરે વધે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? (I) અલ્પવિકસિત સભ્ય દેશોને વિકાસ ભંડોળ સરળ શરતોએ પૂરું પાડે છે. (II) વિશ્વના અલ્પવિકસિત વિસ્તારોમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે. (III) તે વિશ્વ બેંકના વિકાસ અને સગવડતાની પ્રવૃત્તિઓમાં અને પૂરક સંસ્થા તરીકે કાર્ય કરે છે. (IV) ને વિશ્વ વેપાર સંસ્થા (WTO) ની સૂચના પ્રમાણે કાર્ય કરે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભાગીદારીના હિસાબોના સંબંધિત નીચેના વિધાનો વિચારો. (I) ભાગીદારનું સ્થિર મૂડી ખાતું નવી મૂડી લાવે ત્યારે જમા થાય છે અથવા મૂડીનો ઉપાડ આવે ત્યારે ઉધાર થાય છે. (II) ભાગીદારના ચાલુખાતામાં ઉપાડ, મૂડી પર વ્યાજ, કમિશન, પગાર અને નફા કે ખોટમાં ભાગને લગતા બધાં વ્યવહારો નોંધવામાં આવે છે.