GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક ટ્રેન 400 મીટર લાંબુ બોગદું પસાર કરવા માટે અડધી મીનીટનો સમય લે છે.જો ટ્રેનની લંબાઈ 100 મીટર હોય તો ટ્રેનની ઝડપ કેટલી હશે ?

58 કિમી/કલાક
60 કિમી/કલાક
55 કિમી/કલાક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પાંચ સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે ? (માની લો કે આ સમયગાળામાં કુટુંબમાં અન્ય કોઈ સભ્ય ઉમેરાયો કે દૂર થયો નથી.)

38.5 વર્ષ
36.5 વર્ષ
37.5 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. તેના દ્વારા વાઈસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી.
2. ગવર્નર જનરલની નિમણૂંક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રી મંડળના સલાહ સુચન અનુસાર કરવામાં આવતી હતી
3. તે (અધિનિયમે) ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવવા માટેની સ્વતંત્રતા આપી હતી.
4. તેના (અધિનિયમના) હેઠળ 1950 સુધી જાહેર સેવકો (મૂલ્કી કર્મચારીઓ)ની નિમણૂંક કરવાની ચાલુ રહી.

માત્ર 2,3 અને 4
1,2,3 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી.
ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી.
iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP