GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતના 2019-20 ના અંદાજપત્રની "નલ સે જલ યોજના" બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?

2019-20 માં આ યોજના હેઠળ રૂ. 45,00 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આપેલ પૈકી કોઈ નહીં
તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમિયાન ખર્ચ કરવામાં આવશે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ?
i. ગૃહ
ii. સહાય અને પુનઃવસવાટ
iii. માહિતી અને પ્રસારણ
iv. કૃષિ

i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે.
2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે)
3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ?
i. લોથલ
ii. બનાવલી
iii. હરપ્પા
iv. કાલીબંગા

ફક્ત i અને ii
ફક્ત i અને iv
ફક્ત i અને iii
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
જો ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો ધોરણ 6, 7 અને 8 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા છે ?

48.55%
67.85%
આપેલ પૈકી એક પણ નહીં
57.76%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP