નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ?
જો લીકેજ ટાંકીને x કલાકમાં ખાલી કરી શકે તો 1 કલાકમાં 1/x ખાલી કરે.
જો નળ અને લીકેજ બંને ચાલુ હોય તો 6 + 1 = 7 કલાક લાગે.
1/6 - 1/x = 1/7
1/6 - 1/7 = 1/x
1/x = (7-6)/(7×6) = 1/42
x = 42 કલાક
નળ અને ટાંકી (Cistern)
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે. ટાંકીના તળીયે રહેલ લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જે ટાંકી પૂર્ણ ભરેલો હોય તો આ લીકેજેના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?
1/15 - 1/x = 1/20
1/15 - 1/20 = 1/x
1/x = (4-3)/60
1/x = 1/60
x = 60 કલાક
લીકેજના કારણે ખાલી થતા લાગતો સમય = 60 કલાક
નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકી ભરવા માટે બે નળ છે. નળ 'અ' અને નળ 'બ'. બંને નળ ચાલુ ક૨વામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભરાય છે, પરંતુ માત્ર એક નળ 'અ' ચાલુ ક૨વામાં આવે તો 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો માત્ર નળ 'બ' ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે ?
નળ અને ટાંકી (Cistern)
એક ટાંકી ઉપરના નળથી ભરાતાં 4 કલાક લાગે છે. અને તળિયાના નખથી ખાલી થતા 6 કલાક લાગે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલી કલાકમાં ભરાશે ?
નળ અને ટાંકી (Cistern)
પાઈપ A અને પાઈપ B ને એક ટાંકી ભરતાં અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટ લાગે છે. જો બંને પાઈપ સાથે વાપરવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય લાગે ?