સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ ૨ાખ્યા. જો દરકે સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?
સમય અને કામ (Time and Work)
A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂા.3240 કમાઈ શકે તો A અને C સાથે 10 દિવસમાં રૂા.1200 જ્યારે B અને C સાથે 14 દિવસમાં રૂા.1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદા કમાણી કેટલી હશે ?
A, B અને C ની એક દિવસની કમાણી = 3240/18 = 180 રૂ.
A અને C ની એક દિવસની કમાણી = 1200/10 = 120 રૂ.
B ની એક દિવસની કમાણી = A, B, Cની એક દિવસની કમાણી - A અને C ની એક દિવસની કમાણી
= 180 - 120 = 60 રૂ.
સમય અને કામ (Time and Work)
એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે. તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ?
1/16 + 1/8 = 1+2 / 16 = 3/16
તો બંને ભેગા મળી એક ખાડો 16/3 દિવસમાં ખોદી શકે.
ત્રણ ખાડા ખોદવા માટે લાગતો સમય = 16/3 × 3 = 16 દિવસ
સમય અને કામ (Time and Work)
રમેશ એક કામ 40 દિવસમાં પુરું કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે રમેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે.
40 અને 60નો લ.સા.અ. 120 થાય. તેથી કુલ કામ 120 લીધું. રમેશનું એક દિવસનું કામ = 120/40 = 3 મહેશનુ એક દિવસનું કામ = 120/60 = 2
બંનેનું એક દિવસનું કામ = 3 + 2 = 5
બંનેનું 10 દિવસનું કામ = 10 દિવસ x 5 = 50
બાકીનું કામ = 120 – 50 = 70
બાકીનું કામ કરતા મહેશને લાગતો સમય = 70/2 = 35 દિવસ
સમય અને કામ (Time and Work)
6400 ચો. ફૂટ દીવાલને રંગકામ કરતાં મહેશને 12 કલાક અને સુરેશને 20 કલાક લાગે છે, બન્ને સાથે મળીને કેટલા કલાકમાં કામ કરી શકે ?
મહેશનું એક કલાકનું કામ = 6400/12 = 1600/3 ચો.ફુટ
સુરેશનું એક કલાકનું કામ = 6400/20 = 320 ચો. ફુટ
બંનેનું એક ક્લાકનું કામ = 1600/3 + 320 = (1600+960) / 3 = 2560/3 ચો.ફુટ
બંને ભેગા મળી કામ કરતા લાગતો સમય = 6400 / 2560/3 = 6400×3 / 2560 = 15/2 = 7(1/2) કલાક
સમય અને કામ (Time and Work)
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ ક૨વામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?