GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ સંસદ, નહીં કે બહારની વ્યક્તિ, તેના સભ્યને સજા કરી શકે છે. 2. દિવાની અને ફોજદારી કેસમાં સંસદ સત્ર દરમ્યાન સંસદ સભ્યની ધરપકડ કરી શકાતી નથી. 3. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્ય અદાલતમાં અનિર્ણિત કેસમાં પુરાવો આપવા અને સાક્ષી તરીકે હાજર રહેવા ઈનકાર કરી શકે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આલ્બેડો (Albedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પૃથ્વીનો સરાસરી આબ્લેડો 30-35% ની શ્રેણીમાં હોય છે પરંતુ તે અલગ અલગ વિસ્તારો માટે બદલાય છે. 2. પાણી 0.1 નો ઓછો આલ્બેડો ધરાવે છે. 3. વાદળાઓ સામાન્ય રીતે ઊંચો આબ્લેડો દર્શાવે છે પરંતુ ખરેખર વાદળાની ઘનતા ઉપર આધાર રાખે છે. 4. જંગલો ઊંચો આબ્લેડો ધરાવે છે અને તેથી વધુ સૂર્યપ્રકાશ શોષે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત અને યુ.એસ.એ.ની નૌકાદળ કવાયત (PASSEX 2021) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. આ કવાયત બંગાળના અખાતમાં યોજાઈ હતી. 2. આ ક્વાયતમાં ભારત તરફથી INS સિંધુ અને યુ.એસ.એ. તરફથી યુ.એસ.એસ. એન્ટરપ્રાઈઝ યુદ્ધજહાજોએ ભાગ લીધો. 3. આ કવાયતમાં સૌ પ્રથમ વાર ભારતીય હવાઈદળે પણ ભાગ લીધો.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અણુ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તમામ પદાર્થો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને અણુ કહે છે. 2. અણુઓને રાસાયણિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન અથવા નાશ કરી શકાતા નથી. 3. અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેઓ પરમાણુઓના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.