GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું. III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection) IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નેશનલ ઍર ક્વોલીટી સૂચકાંક વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ સૂચકાંક સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2014ના વર્ષમાં શરૂ કરવામાં આવેલો હતો. 2. તે “વન નંબર – વન કલર – વન ડીસ્ક્રીપ્શન’’ થી દર્શાવેલ છે. 3. પ્રવર્તમાન માપક સૂચકાંક 12 પ્રદૂષકોના આધારે છે. 4. 401-500 ની વચ્ચે આવતો ઍર ક્વોલીટી રેન્જ સૂચકાંક ગંભીર અસર છે તેમ ગણવામાં આવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય. 2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. 3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે. 4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.