Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) મુખ્ય બેંકની યોજનાનો વિચાર રાષ્ટ્રીય ક્રેડિટ કાઉન્સિલના ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ દ્વારા ઓક્ટોબર 1969માં શરૂ કરવામાં આવેલ હતો.
(II) ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પર્યાપ્ત બેંકિંગ અને ક્રેડિટ માળખું ઊભું કરવા અને યોજના અને કાર્યક્રમોના વિકાસ માટે વિસ્તારને દત્તક લેવાનો અભિગમ હોવો જોઈએ.
(III) સુખમોય ચક્રવર્તી સમિતિ દ્વારા આ વિચારને બાદમાં સમર્થન મળ્યું હતું.
ઉપરની માહિતીને આધારે સાચો જવાબ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પડતર હિસાબી પદ્ધતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આવક અને ખર્ચ નોંધવાથી શરૂ થાય છે અને આંકડાકીય માહિતી તૈયાર થતા પૂર્ણ થાય છે.
(II) પડતર હિસાબી પધ્ધતિ વ્યાખ્યાયિત થાય છે કે જેમાં પડતરના હિસાબો કે જે આંકડાકીય માહિતી તૈયાર કરવાથી શરૂ થાય છે અને આવક અને ખર્ચ નોંધવાથી પૂર્ણ થાય છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

પ્રો. ડેલ્ટન
પ્રો. એમ. એચ. ડીકોક
પ્રો. મિલ્ટન ફિડમેન
પ્રો. રાઈટ્સમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ભારતીય નાણાંમંત્રાલયના ખર્ચ વિભાગની મુખ્ય પ્રવૃત્તિ નથી ?

વિવિધ ડ્યુટીઓની વસુલાત
જથ્થાબંધ કેન્દ્રિય અંદાજપત્રીય સંસાધનો કે જે રાજ્યમાં ફેરબદલ કરવામાં આવે છે તેને સંચાલિત કરવો.
મુખ્ય યોજનાઓ / પ્રોજેક્ટની પૂર્વ મંજૂરીનું મૂલ્યાંકન (આયોજન અને બિન આયોજન ખર્ચ)
નાણાંમંત્રાલયની ભલામણોનું અમલીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ?

ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે.
ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે.
બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે.
ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરાના દરો ___ દ્વારા નક્કી થાય છે.

આવકવેરાના કાયદા
નાણાં મંત્રાલય
નાણાંકીય પંચ
વાર્ષિક નાણાંકીય કાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP