GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો.
(II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં.

(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ધંધાકીય નિર્ણય ઘડતર પ્રક્રિયા દરમિયાન માંગનું પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો તેનું મહત્વ સમજાવે છે.
(I) ઉત્પાદન આયોજન માટે તે પૂર્વશરત છે.
(II) અભિવૃધ્ધિની વ્યૂહરચનાઓ માંગના પૂર્વાનુમાનને આધારે બને છે.
(III) સફળ ઈન્વેન્ટરી અંકુશ માટે તે જરૂરી છે.
(IV) લાંબાગાળાની વૃધ્ધિ નિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.

ઉપરના બધા જ
માત્ર (III) અને (IV)
માત્ર (II) અને (III)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં, ‘સંરક્ષણ નીતિ’ કરતા ‘મુક્ત વેપાર નીતિ’ના ઘણા ફાયદાઓ છે. નીચેના પૈકી આ સંદર્ભમાં કયો / કયા ફાયદો / ફાયદાઓ છે ?
(I) તુલનાત્મક ખર્ચ લાભ
(II) સસ્તી આયાત
(III) બાળ (નાના) ઉદ્યોગોને સંરક્ષણ

(I) અને (II) બંને
(II) અને (III) બંને
માત્ર (I)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચેન્નાઈના મિ. 'C' એ પોતાના દિકરાના એકાઉન્ટન્સીના કોર્સના ઓનલાઈન શિક્ષણ માટે ફી ચૂકવેલ છે કે જે ઓનલાઈન શિક્ષણ અમેરિકામાં સ્થાયી શિક્ષક દ્વારા મેળવેલ છે. શું આ ‘સપ્લાય’ છે ? જો ‘હા’ તો GST ચૂકવવા કોણ જવાબદાર છે ?
નીચેના પૈકી કયો / ક્યાં જવાબ / જવાબો સાચાં છે ?
(I) 'હા', એ સપ્લાય છે. તે સેવા એ ધંધા માટે નથી અથવા વ્યવસાયની સગવડતા માટે નથી.
(II) મિ. ‘C’ GST ચૂકવવા માટે જવાબદાર છે.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

આપેલ પૈકી એક પણ નહીં
(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં
માત્ર (I)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કોણ ભારતીય ગૌણ બજારો (Secondary Market)નો ભાગ નથી ?

ઑવર ધી કાઉન્ટર એલચેન્જ ઑફ ઈન્ડીયા
પ્રાદેશિક શૅરબજાર
રાષ્ટ્રીય શૅરબજાર
ભારતીય રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP