GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે. IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘‘ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? I. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું. II. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે. III. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે. IV. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ISRO અને તેના ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ISRO ભારતનો સૌ પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કર્યો. 2. APPLE ભારતમાં નિર્મિત પ્રશેપણ સાધન દ્વારા ભ્રમણકક્ષામાં સ્થાપવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ છે. ૩. ISRO એ મંગળની ભ્રમણકક્ષાઓ સુધી પહોંચનાર સૌ પ્રથમ એશિયાઈ અવકાશ સંસ્થા છે.