GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત, સંચાલકીય નિષ્ણાંતની સેવા અથવા અન્ય વધારાની સગવડતા માટે ભાગીદારો એક અથવા વધારે વ્યક્તિઓને ભાગીદારી પેઢીમાં પ્રવેશ માટે સંમતિ આપે છે. નીચેના પૈકી કયો / ક્યાં ફેરફાર નવા ભાગીદારના પ્રવેશથી ભાગીદારી પેઢીમાં ઉદ્ભવે છે. (I) નવા ભાગીદારને બે કાયદાકીય હકો મળે છે, એટલે કે ભાગીદારી પેઢીની મિલકતમાં હિસ્સાનો અધિકાર અને ભાગીદારી પેઢીના નફામાં હિસ્સાનો અધિકાર (II) ભાગીદારી પેઢીનું બંધારણ બદલાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ? (I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે. (II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે. (III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ? (I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે. (II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.