GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો વાંચી નક્કી કરો કે કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) આંતરિક ઑડિટ એ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રવૃત્તિ છે. (II) આંતરિક તપાસ અને આંતરિક ઑડિટ બંને એક જ છે. (III) આંતરિક ઑડિટરની છેતરપીંડી અટકાવવામાં મોટી ભૂમિકા છે. (IV) ઑડિટ સમિતિ એ કંપની માટે વૈભવ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય શૅરબજારના સંદર્ભમાં 1990 ના વર્ષમાં મહત્ત્વનું લક્ષણ એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભારતીય શૅરબજારમાં ભાગીદારી છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. (I) FIIs ને સપ્ટેમ્બર 1992 માં ભારતીય મૂડી બજારોમાં પ્રવેશની માન્યતા મળી હતી. (II) FIIs ને ઓગસ્ટ 1993 થી સક્રિય રોકાણકારો બન્યા હતા. (III) FIIs કે જે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ અને દેશના ભંડોળોની કામગીરી ભારતીય મૂડી બજારોમાં કરી રહ્યા છે. (IV) FIIs ને કારણે 2003 માં તેજીની દોડ આવી કે જેથી સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને અમલમાં મૂકી શકી. ઉપરનામાંથી કઈ / કયા વિધાનો / માહિતી સાચી / સાચાં છે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.