GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું. III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. પ્રાચિનકાળથી પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર વારાણસી ખાતે વિદ્વાન બ્રાહ્મણો રૂઢ પ્રણાલીમાં વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા અને પોતાનાં વિદ્યાલયો ચલાવતાં II. તે વખતે વારાણસીમાં કોઈ જાહેર શિક્ષણ સંસ્થાઓ ન હતી. III. અહીં માત્ર ધર્મશાસ્ત્રનું જ શિક્ષણ અપાતું હતું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે? I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો. II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં. III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી. II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.