GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી એકત્રિતતાની બાબતે નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે ? આદિવાસી જાતિ - વસ્તી એકત્રિતતાનો જિલ્લો i. કોકના - નવસારી, વલસાડ, ડાંગ ii. ગામીત - સુરત iii. પટેલીયા - સુરત, વડોદરા iv. રાઠવા - છોટાઉદેપુર
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે. ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે. iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે. iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત ___ ખાતે 13મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનીમલ્સ (Conference of Parties of the Convention on the Conservation of Migratory Species of Wild Animals) (CMS COP 13) ની યજમાની કરવાનું છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો. કર્તા a. મનુભાઈ પંચોળી b. પન્નાલાલ પટેલ c. ઈશ્વર પેટલીકર d. ચુનીલાલ મડિયા કૃતિ i. ઋણાનુબંધ ii. મીણ માટીના માનવી iii. ઝેર તો પીધાં છે જાણી જાણી iv. વ્યાજનો વારસ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે. ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે. iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.