GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો. (I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં (II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે. (III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે. (IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ. નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીધારો 2013 ની કલમ ___ મુજબ કંપની ઑડિટરે જણાવવું પડે છે કે એના અભિપ્રાય મુજબ નાણાકીય પત્રકોની રજૂઆત ‘સાચી અને વાજબી' છે જે નાણાંકીય વર્ષના અંતે કંપની બાબતો અને નફા કે નુકસાન પર આધારિત છે.