GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો અવકાશ પ્રૌદ્યોગિકી (સ્પેસ ટેકનોલોજી) બાબતે સાચાં છે ?
i. MEO પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષાને મધ્યવર્તી વર્તુળ ભ્રમણ કક્ષા -ઇન્ટરમિડીએટ સર્ક્યુલર ઓર્બીટ પણ કહેવાય છે.
ii. MEO ને ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહેવાય છે કારણ કે ઉપગ્રહ આ ભ્રમણ કક્ષામાં ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે.
iii. આ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે.

ફક્ત i અને ii
i,ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી.
2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં.
3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.

માત્ર 3 અને 4
1,2,3 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
National Council of Applied Economic Research (પ્રયોજીત અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદ) ની Land Records and Service Index (જમીન દફતર અને સેવા સૂચિ) ની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડીજીટાઇઝેશનમાં ગુજરાત રાજ્ય ___ મા ક્રમે આવેલ છે.

આપેલ પૈકી એક પણ નહીં
9th (નવમા)
1st (પહેલા)
19th (ઓગણીસમા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી.
2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી.
3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું.

માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
PESA અધિનિયમ, 1996 ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. પંચાયત સંબંધી બંધારણની IXમી અનુસૂચિની જોગવાઈઓએ પાંચમી અનુસૂચિના ક્ષેત્રોને લાગુ પડતી નથી.
2. હાલમાં પંદર રાજયો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.
3. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યો પાંચમી અનુસૂચિના ક્ષેત્રો ધરાવે છે.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે.
2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે.
3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.

ફક્ત 2 અને 3
1,2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP