GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ના કિસ્સામાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) IMF એ UNO સાથે સંકળાયેલ સ્વાયત્ત સંસ્થા છે. (II) પ્રતિભાગી દેશો પાસેથી નક્કી કરેલા નિયત હિસ્સા પ્રમાણે નાણાં મેળવે છે. (III) સભ્ય દેશોએ મૂડી ભંડોળમાં આપેલ ફાળાને આધારે તેમનો હિસ્સો નિયત કરવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાનો રિટર્ન ફાઈલીંગના સંદર્ભમાં પ્રાસંગિક વ્યક્તિના કેસમાં GST ના નિયમો મુજબ સાચાં છે ? (I) ફોર્મ GSTR-1 કે જે માલ અને સેવાના બાહ્ય સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસે કે પહેલા ભરવા પડે છે. (II) ફોર્મ GSTR-2 કે જે આંતરિક સપ્લાય માટે પછીના મહિનાના 10મા દિવસ બાદ પરંતુ 15મા દિવસ પહેલા ભરવા પડે છે. (III) ફોર્મ GSTR-3 કે જે પછીના મહિનાના 15મા દિવસ બાદ પરંતુ 20મા દિવસ પહેલા ભરવા પડે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઈન્ટરનેટ પરના વેપારની શરૂઆત 2000 માં થઈ ઈન્ટરનેટ વેપારના સંબંધિત નીચેની માહિતી વાંચો અને સાચો જવાબ આપો. (I) ઈન્ટરનેટ વેપારની શરૂઆત કરવા માટે રોકાણકારે ઓનલાઈન સેવા પૂરી પાડતા દલાલને ત્યાં નોંધણી કરાવવી પડે છે. (II) દલાલ ગ્રાહકને ઓનલાઈન સેવા માટેનું પ્લેટફોર્મ આપે છે પરંતુ તેના જોખમની જવાબદારી લેતો નથી. (III) ઈન્ટરનેટ વેપાર માટે દલાલને ત્યાં બેંકખાતું કે ડિમેટખાતુ ખોલાવવું ફરજિયાત છે. (IV) એપ્રિલ 2000 માં બજારમાં તેજી હતી અને 79 સભ્યોએ ઈન્ટરનેટ વેપારની પરવાનગી મેળવી હતી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન (SFCs) એ ભારતીય બેકિંગ પધ્ધતિની મહત્ત્વની પાંખ છે. સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશનના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) SFCs ની સ્થાપના સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન એક્ટ, 1952 ની જોગવાઈઓ દ્વારા થઈ છે. (II) SFCs ના કાર્યો IFCI જેવા છે. (III) છેલ્લા વર્ષોમાં, SFCs ના સહાયનો મોટો ભાગ પછાત વિસ્તારના નાના ઉદ્યોગોમાં રોકાયેલ છે. (IV) SFCs એ રાજ્ય સરકાર અને IDBI ના અંકુશમાં આવે છે.