Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં રેપો રેટ (Repo Rate) રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) કરતાં ઓછો છે.
ii. ભારતમાં બેન્ક રેટ (Bank Rate) રેપો રેટ (Repo Rate) કરતાં વધારે છે.
iii. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપો રેટ કરતાં ઓછો છે.

ફક્ત i અને ii
i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.
2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે.
3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.

ફક્ત 3
ફક્ત 1 અને 2
1,2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
જો ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો ધોરણ 6, 7 અને 8 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા છે ?

67.85%
48.55%
આપેલ પૈકી એક પણ નહીં
57.76%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?

15 કિમી
25 કિમી
22 કિમી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એક સાંકેતિક ભાષામાં,
'speak nicely to all' નો સંકેત "ka cu ma he"
'all are like us' નો સંકેત "sifo he to"
'teach us lesson nicely' નો સંકેત "po ma fo re"
'lesson like all humans' નો સંકેત "he re gusi" છે.
'nicely' માટેનો સંકેત કયો છે ?

he
si
આપેલ પૈકી એક પણ નહીં
ma

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાંને યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્ય - મુખ્ય પ્રાણીઓ
_________________________ ________
1.ચંદ્રપ્રભા અભયારણ્ય----- ગીરના સિંહ, સાબર
2. દાંડેલી અભયારણ્ય------- વાઘ, હાથી, જરખ
3.જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન-- નીલ ગાય, બારાસીગો , દીપડો
4.ગીન્ડી રાષ્ટ્રીય ઉદ્યાન---- બરફનું રીંછ, ભૂરું રીંછ, યાક

ફક્ત 1,2 અને 3
1,2,3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP