GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કક્ષા-II (Leve-II) ના ઉદ્યોગ-સાહસ ગણાય છે ? 1. ભારત બહાર નોંધાયેલ ઉદ્યોગ સાહસ II. જેનું ટર્નઓવર અગાઉના હિસાબી સમયગાળા દરમિયાન 50 કરોડથી વધારે હોય તેવા તમામ વ્યાપારી, ઔધોગિક અને વાણીજ્ય અહેવાલવાળા ઉધોગ-સાહસો III. નાણાકીય સંસ્થાઓ IV. વીમાનો ધંધો કરતા ઉધોગ-સાહસો નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પેમેન્ટ બૅન્કો સંબંધિત નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો. I. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકોને ધિરાણ લોન આપી શકતી નથી. II. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકો પાસેથી થાપણ સ્વીકારી શકે છે. III. પેમેન્ટ બૅન્કો ડેબિટ કાર્ડ આપી શકે છે. IV. પેમેન્ટ બૅન્કો ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો. i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય. ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે. iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે. iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે. v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે. નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે. II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે. III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ. IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XBRL (એક્સ્ટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ) વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. i. ભારતમાં XBRL ની શરુઆત એ હિસાબી ધોરણોમાં ફેરફારનું કારણ છે. ii. XBRL નો એક મોટો ફાયદો એ છે કે તે નાણાકીય પત્રકોની તુલનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. iii. XBRL વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં હોવા છતાં, XBRL સુસંગત સોફ્ટવેર વિકસિત કરનાર સોફ્ટવેર વિક્રેતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે. iv. XBRL નો ઉપયોગ કર અને નાણાકીય સત્તાવાળાઓ, કેન્દ્રીય બેન્કો અને સરકારો સહિતના તમામ પ્રકારનાં નિયમનકારોને ધંધાકીય અહેવાલપ્રેષણ માટે કરી શકાય છે. ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?