GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વમાં ભાષા પરિવાર (Language families) ની બાબતે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? i. ઈન્ડો-યુરોપીયન (Indo-European) ભાષા પરિવાર સૌથી મોટો પરિવાર છે. ii. નીગર-કોંગો (Niger-Congo) ભાષા પરિવાર બીજા ક્રમનો મોટો પરિવાર છે. iii. સિનો-તિબેટીયન (Sino-Tibetan) ભાષા પરિવાર ત્રીજા ક્રમનો મોટી પરિવાર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દૂરસંચાર પુનઃપ્રસારણ (relays) માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહો ભૂસ્તર ભ્રમણકક્ષામાં (Geostationary orbit) રાખવામાં આવે છે. ઉપગ્રહ આવી ભ્રમણકક્ષામાં ત્યારે કહેવાય જ્યારે - i. ભ્રમણકક્ષા ભૂસમકાલિન - જિયોસિન્ક્રોનસ (Geosynchronous) હોય. ii. ભ્રમણકક્ષા વર્તુળાકાર હોય iii. ભ્રમણકક્ષા પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં હોય iv. ભ્રમણકક્ષા 22,236 કિમીની ઊંચાઈ પર હોય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે. ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે. iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.