વ્યક્તિગત અને રાષ્ટ્રીય આવક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિગત આવક એ એકંદરે કમાયેલ (earned) આવક અને ન કમાયેલ (unearned) આવક છે.
2. રાષ્ટ્રીય દેવા (National Debt) ઉપરના વ્યાજનો સમાવેશ વ્યક્તિગત આવકમાં થાય છે.
3. કંપનીઓનો વણવહેંચાયેલો નફો અને કોર્પોરેટ કરવેરાઓ પણ વ્યક્તિગત આવકનો ભાગ છે.
4. ટ્રાન્સફર રસીદ (Transfer Receipt) અથવા ચુકવણીઓનો સમાવેશ રાષ્ટ્રીય આવક હેઠળ થાય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન સેન્દ્રીય પદાર્થના ઉત્પાદનના દરને ___ કહે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

વિશ્વ બેંકના સાઉથ એશિયા ઈકોનોમીક ફોકસ સ્પ્રીંગ 2021 રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ અહેવાલે નાણાકીય વર્ષ 2021-2022 માટે ભારતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન (GDP) ની વૃધ્ધિ 7.5% થી 12.5% ની શ્રેણીમાં રહેવાનું અનુમાન કર્યું છે.
2. નાણાકીય વર્ષ 2021-2022 માટે દક્ષિણ એશિયન જૂથનો ગરીબીનો દર 6% થી 9% સુધીનો રહેવાનું અનુમાન કર્યું છે.
3. નાણાકીય વર્ષ 2023-2024 સુધીમાં ભારતનો ગરીબીનો દર 2% થી 4% ની વચ્ચે રહેવાનો અનુમાન કર્યું છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ડેરિવેટિવ્ઝ (Derivatives) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ડેરિવેટિવ એક નાણાકીય સાધન (financial instrument) છે કે જેનું મૂલ્ય એક કે તેથી વધારે અંતર્ગત એસેટ્સ (underlying assets) અથવા જામીનગીરીઓ (securities) માંથી તારવવામાં (derived) આવે છે.
2. આ અંતર્ગત એસેટ્સ શેર (shares), બોન્ડ (bonds) અને ચલણ (currencies) અને સોના, ચાંદી વિગેરે જેવી ચીજવસ્તુઓ (commodities) હોઈ શકે છે.
3. SEBI રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમન થતા હોય એવાં ડેરિવેટિવ્ઝનું નિયમન કરી શકતું નથી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?