રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે.
2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે.
3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે.
4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેના પૈકી કયા મુખ્ય પરવાળાના દ્વિપ સમુહ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે ?
1. કચ્છનો અખાત
2. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ
3. સુંદરવન
4. મનારનો અખાત

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જો બે કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે.
2. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે.
3. પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉધારેલ (charged) ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી, સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે.
2. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ.
3. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થાં તથા તેમના કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચા ઉધારેલ ચાર્જ(charged) ખર્ચ હેઠળ આવે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?