GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુ પુલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આ પુલ દક્ષિણ આસામમાં સબરૂમ ખાતે ફેની નદી ઉપર બાંધવામાં આવ્યો છે.
2. મેત્રી સેતુ પુલ 1.9 કિ.મી. લાંબો છે જે ભારતને બાંગ્લાદેશમાં રામગઢ સાથે જોડે છે.
૩. ભારતના સીમા સડક સંગઠને આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે.

ફક્ત 2 અને 3
ફક્ત 2
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરચનાત્મક દૃષ્ટિએ ___ ને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય, – રાજપીપળાં - ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર.

સહ્યાદ્રિ શ્રેણી
વિંધ્ય શ્રેણી
અરવલ્લી શ્રેણી
સાતપુડા શ્રેણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 42મા અને 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળ દ્વારા સહાય અને સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી દીધી છે.
2. એક વખત સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું હતું કે લોકસભાના વિસર્જન થયા પછી પણ મંત્રીમંડળનો હોદ્દો (office) પૂર્ણ થતો નથી.
3. અનુચ્છેદ 74 વૈકલ્પીક છે, તેથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સહાય અને સલાહ વગર કારોબારી સત્તાઓ વાપરી શકે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ (ISRO) સફળતાપૂર્વક કૃત્રિમ છિત્ર રડાર (synthetic aperture radar), NISAR, વિકસાવ્યું છે.
2. તે ભારત અને રશીયા માટેના સંયુક્ત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ મિશન (Joint Earth Observation Satellite Mission) માટે ઉપયોગમાં લેવાશે.
3. NISAR આપણા ગ્રહની સપાટીમાં ફેરફાર માપવા માટે બે જુદાં રડાર આવર્તનો (radar frequencies) L-બેન્ડ અને S-બેન્ડનો ઉપયોગ કરનાર પ્રથમ ઉપગ્રહ મિશન છે.
4. આ રડાર કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં કોઈપણ સમયે ઉચ્ચ ગુણવત્તાવાળી છબીઓનું નિર્માણ કરવા સક્ષમ છે.

ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સૂર્યાઘાત (insolation) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આશરે 40% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે.
2. જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં વધુ પ્રમાણમાં સૂર્યાઘાત મળે છે.
3. સવારે અને સાંજે બપોરની સરખામણીમાં ઓછો સૂર્યાઘાત મળે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP