GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે. 2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે. 3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તબીબી ક્ષેત્રમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ (ECG) કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ECG હૃદય રોગના ભૂતકાળના હુમલાઓના પુરાવાઓ અને નિદાન થયું ના હોય એવો કોઈપણ હૃદયરોગને શોધી શકે છે. 2. ECG હૃદયના ખંડોની દિવાલોની જાડાઈ ચકાસી શકતું નથી. 3. કસરત (Exercise) ECG તણાવ અથવા કસરત દરમિયાન હૃદયની ઈલેક્ટ્રીકલ પ્રવૃત્તિનું પરીક્ષણ કરવા વપરાય છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સૂર્યાઘાત (insolation) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આશરે 40% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે. 2. જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં વધુ પ્રમાણમાં સૂર્યાઘાત મળે છે. 3. સવારે અને સાંજે બપોરની સરખામણીમાં ઓછો સૂર્યાઘાત મળે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો. P અને Q સાથે કામ નહિ કરે. T અને R સાથે કામ નહિ કરે. U અને T સાથે કામ કરવા ઈચ્છે છે. તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ?