GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે. 2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે) 3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ICMR દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેના અહેવાલ પ્રકાશિત કરવા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ? 1. આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓ એ માંસાહારીઓ કરતાં વધુ કરે છે. 2. ભારતના મહાનગરોમાં વર્ધીત ચરબી (Added fat) ના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતા ક્રમે છે. 3. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વર્ધીત ચરબી (Added fat) એ 13 થી 30 વર્ષની વયજૂથના લોકો સૌથી વધુ માત્રામાં લે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સમગ્ર ભારત જથ્થાબંધ ભાવસૂચક આંક (WPI)બાબતે નીચેના પૈકી કયું /ક્યા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે ? i. સમગ્ર ભારત WPI માટે પાયાનું વર્ષ 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું છે. ii. સુધારેલી શ્રેણીઓમાં WPI બે મુખ્ય જૂથોનું બનેલું રહેશે- પ્રાથમિક ચીજવસ્તુઓને અને ઉત્પાદિત બનાવટો. iii. WPI ની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય ? 1. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાંના સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી આવી હોય. 2. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો. 3. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી દસ વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય. 4. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય.