GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી.
2. ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે.
3. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે.
4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મને લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે.

ફક્ત 1,2 અને 3
ફક્ત 4
ફક્ત 2 અને 3
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો.
i. જેનો એકમ અંક 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
ii. જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
iii. બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય છે, પરંતુ એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય તે જરૂરી નથી.
ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

એક પણ વિધાન સાચું નથી.
ત્રણેય વિધાનો સાચાં છે.
ફક્ત i અને ii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકારની ગરીબ સમૃદ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે.
આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પૂરું પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?

વિષ્ણુગુપ્ત
રાધાગુપ્ત
ઉપગુપ્ત
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?

CJEEDSFMSHZUJNM
આપેલ પૈકી એક પણ નહીં
CJGGDSDOSHZUJNM
CJDDFQFOSJBSJPM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. વિખંડન (Fission) અને સંલયન (Fusion) બંને નાભિકીય (Nuclear) પ્રતિક્રિયાઓ (Reactions) છે જે ઊર્જા (Energy) ઉત્પન્ન કરે છે.
2. વિખંડન (Fission) એવી પ્રક્રિયા છે જેમાં બે હલકા નાભિક (Nuclei) એકસાથે ભેગા થાય છે.
3. સંલયન (Fusion) ભારે અસ્થાયી (Unstable) નાભિ (Nucleus) ને બે હલકા નાભિક (Nuclei) માં વિભાજીત કરવાની પ્રક્રિયા છે.

ફક્ત 1
ફક્ત 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP