GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમી કિનારાના મેદાનો માટે સાચાં છે ? 1. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તરેલા છે. 2. તે ત્રણ પેટા ભાગમાં વિભાજિત થાય છે. કાઠીયાવાડ કિનારાના, કોંકણ કિનારાના તથા મલબાર કાંઠાના 3. કાઠીયાવાડ કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દીવ સુધી વિસ્તરેલ છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી. ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી. iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ખનીજ બાબતે સાચાં છે ? 1. ગુજરાતએ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઈટ ઉત્પાદન કરતું રાજ્ય છે. 2. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો મળી આવી છે. 3. ફ્લોરસ્પાર ખનીજ છોટાઉદેપુર જિલ્લામાં મળી આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો PSLV અને GSLV આ બાબતે સાચાં છે ? i. જીઓ સ્ટેશનરી સેટેલાઈટ લોન્ચ વેહીકલ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે વપરાય છે. ii. GSLV નો પ્રથમ તબક્કો ઘન બળતણ પર આધારિત છે. iii. PSLV નો પ્રથમ અને ત્રીજો તબક્કો ઘન બળતણ પર આધારિત છે. iv. GSLV નો ત્રીજો તબક્કો, ક્રાયોજેનિક ટેક્નોલોજી પર આધારિત છે.