GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પીળો, લીલો અને લાલ રંગના ત્રણ દડા, 1, 2 અને 3 નંબર આપેલી ત્રણ પેટીમાં (સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી) મૂકવામાં આવનાર છે. ત્રણ મિત્રો J, K અને L પૈકી દરેક આ ગોઠવણી વિશે બે વિધાન આપે છે, જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તેમના વિધાનો આ મુજબ છે : J : પીળો દડો પેટી 2 માં નથી. લાલ દડો પેટી 1 માં છે. K : પીળો દડો પેટી 3 માં નથી. લીલો દડો પેટી 2 માં છે. L : લીલો દડો પેટી 3 માં છે. લાલ દડો પેટી 1 માં નથી. પીળો દડો ___ માં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો : તમામ વર્ષોમાં કરવેરા પર કરેલ કુલ ખર્ચ તથા બળતણ અને પરિવહન પર કરેલ કુલ ખર્ચનો ગુણોત્તર આશરે કેટલો છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. II. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના 'પ્રખ્યાત યુદ્ધ'નો ઉલ્લેખ કરે છે. III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું. III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.